મોરબીમાં ટ્રક-બાઈક ચોરીના ભેદ એલસીબી ટીમે ઉકેલ્યા

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી મોરબીમાં થયેલ ટ્રક ચોરી અને બાઈકચોરીના અનડિટેકટ ગુન્હાના ભેદ ઉકેલવા એલસીબી પીએસઆઈ આર.ટી.વ્યાસની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા ત્રણેય ગુન્હાના ભેદ ઉકેલી નાખ્યા છે. જેમાં ટીંબડી ગામના પાટિયા પાસેથી ટ્રક ડમ્પર નં જીજે ૦૨ વીવી ૦૮૦૮ કીમત રૂપિયા ૧૦ લાખની ચોરી મામલે આરોપી જગદીશ પરષોતમ માલાણી રહે. વાંકાનેર વાળાને ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લીધો છે તેમજ એ ડીવીઝન પોલીસમથકમાં હીરો હોન્ડા ચોરી અંગે આરોપી અલાઉદીન જાકમ ભટ્ટી અને ઉમેદ મોવર એ બંને આરોપીને ઝડપી લઈને નગર દરવાજા નજીકથી થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે તે ઉપરાંત ટીંબડી ગામ પાટિયા નજીકથી બે ટ્રક કીમત રૂપિયા ૪ લાખની ચોરી અંગે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી લાલજી કલાભાઈ અગોલા પટેલ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી ટીમે ઝીણવટ ભરી તપાસ કરતા ફરિયાદીએ પોતે જ પોતાના બંને વાહનો વીમો મેળવવા અને વાહનો બારોબાર ભંગારમાં વેચી દઈને ઓલવી ગયાનું ખુલ્યું હતું જે અંગે ફરિયાદીએ પોતે જ કબુલાત આપતા આ બન્ને ટ્રક ચોરીના ગુન્હાના ભેદ પણ ઉકેલાઈ ગયા છે.

 

Comments
Loading...
WhatsApp chat