



મોરબી વાંકાનેર હાઇવે પર અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં વધુ એક અકસ્માતમાં ટ્રેલર ચાલકે પાછળથી ઠોકર મારતા બાઈક સવાર યુવાન સહીત બેને ઇજા પહોંચી છે
અકસ્માત અંગે ફરિયાદી માવજીભાઈ ધનજીભાઈ કંઝારિયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તે પોતાના બાઈક નં જીજે 03 ડીએ 5405 લઈને જતા હતા ત્યારે મકનસર નજીક એક્સેલ સીરામીક પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ વેગે દોડતા ટ્રેલર નં આજે 52 જીડી 2641 ના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ફરિયાદી માવજીભાઈ કંઝારિયા અને તેની સાથે સવાર અન્ય એક એમ બેને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે તાલુકા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે



