Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ટ્રાફિક પોલીસનો હાઈવે પર ઉઘરાણાનો વિડીયો થયો વાયરલ,

હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવે છે.ત્યારે મોરબીમાં હાઈવે પર પોલીસ દ્વારા ટ્રક ચાલકો પાસેથી ઉધરાણી કરાતી હોવાનો સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે.તેમજ લોકો પોલીસને પણ હપ્તાખોર પોલીસની નજરે જ જોતા હોય છે.

મોરબીના માળિયા પીપળીયા હાઈવે પર ટ્રાફિક પોલીસ કામગીરી બજવતી હોય છે અને હાઈવે પર ટ્રાફિક કામગીરી તેમજ નાગરિકોની સલામતી ની જવાબદારી હાઈવે પોલીસ પાસે હોય છે જોકે હાઈવે પોલીસ લોકોની સુરક્ષાની ચિંતા કરવાને બદલે ઉઘરાણામાં વ્યસ્ત હોય તેવું જોવા મળતો એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં હાઈવે પરની ટ્રાફિક પોલીસ ટ્રક ચાલકો પાસેથી ઉઘરાણા કરતી હોવાનું સ્પષ્ટ જોઈ સકાય છે. હાઈવે પર ખાનગી કારમાં અન્ય માણસો સાથે રાખીને ટ્રાફિક પોલીસના જવાન ઉઘરાણા કરતા જોવા મળી રહ્યા છે તો ટ્રક ચાલક પાસેથી ચોક્કસ રકમની માંગણી થતી પણ વિડીયોમાં જોઈ સકાય છે આ વિડીયો સોશ્યલ મીડિયામાં કોઈએ વાયરલ કરી દીધો હોય અને સૌ કોઈ પોલીસના ઉઘરાણા પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરી રહ્યા છે તો પોલીસના ઉઘરાણાના હવે પુરાવા પણ મળી રહ્યા છે ત્યારે હવે આવા હપ્તાખાઉં પોલીસ કર્મચારી સામે પગલા લેવાશે કે કામ ? તે જોવાનું રહ્યું

Comments
Loading...
WhatsApp chat