



મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. આ કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાથી રાહદારીઓને પણ ખાસ્સી અગવડ પડી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના ૫:૩૦ વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન રોડ પર આચનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું અને નજીકમાં પાર્ક કરેલ વાહન પર પડતાં વાહનનો બુકડો બોલી ગયો ગયો હતો. જ્યારે નજીકમાં રહેલી ઝુંપડીને પણ નુકસાન પહોંચ્યું હતું. આચનક રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં તે રસ્તા પર વિખેરાઈ ગયું હતું અને રસ્તો બ્લોક થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

