


મોરબી તાલુકાના આંદરણા ગામમાં સંઘાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાગવત સપ્તાહનો આજે ત્રીજો દિવસ છે
તા. ૨૨ ને રવિવારના રોજ પોથીયાત્રા સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો વ્યાસપીઠ પર દિલીપભાઈ શાસ્ત્રી આંદરણાવાળા બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે ભાગવત સપ્તાહ દરમિયાન તા. ૨૫ ના રોજ શ્રી વામન જન્મ, શ્રીરામ જન્મ, તા. ૨૬ ના રોજ શ્રી કૃષ્ણ જન્મ, અને કૃષ્ણ લીલા તેમજ તા. ૨૭ ના રોજ શ્રી કૃષ્ણ ગમન અને શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહ, તા. ૨૮ ના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથાની પુર્ણાહુતી કરવામાં આવશે
આંદરણા ગામમાં વસતા શીવાભાઈ પ્રભુભાઈ સંઘાણીના નિવાસસ્થાને કથાનું શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જે કથા શ્રવણનો લાભ લેવા જણાવ્યું છે તેમજ તા. ૨૯ ના રોજ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી યજ્ઞ યોજાશે અને તા. ૨૯ ને રવિવારે બપોરે આંદરણા ગામના કોમ્યુનીટી હોલ ખાતે ભોજન સમારોહ યોજાશે તેમ યાદીમાં જણાવ્યું છે

