


ગુજરાત ગેસ દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે તો ગેસ કંપનીએ પરંપરા મુજબ સિરામિક એસોને ભાવવધારો ઝીંક્યા બાદ જાણ કરી છે જેથી રોષની લાગણી છવાઈ છે
ગુજરાત ગેસ દ્વારા અચાનક ભાવ વધારો કરી ને મોરબી સિરામિક ઉદ્યોગને મૃતપાય કરવા માટે જાણે ગુજરાત ગેસના અધિકારી ઓ એ સોપારી લીધી હોય તેવું વર્તન કરીને અચાનક ભાવ વધારો કરી નાખ્યો છે. આ અધિકારીઓ ફક્ત પોતાની કંપનીની આવક દેખાડવા માટે ગેસના ભાવ વધારીને મોરબીના સીરામીક ઉદ્યોગ જે તેમનો સૌથી મોટું ગ્રાહક છે તેમને કે એસોસિએશનને જાણ કર્યા વગર જ ભાવ વધારો કરી નાખ્યો. તેમાં જો રાજ્ય સરકાર આ બાબતે નહિ વિચારે તો આગામી સમય માં લગભગ 75 % કારખાનાને તાળા મારવા પડશે તેમાં કોઈ સંદેહ નથી ત્યારે આવા અધિકારીઓ ને સરકારે તેમનો વિભાગ બદલાવીને રાજ્યના ઉદ્યોગને બચાવવો પડશે નહીંતર સીરામીક ઉદ્યોગમાં ઈન ડાયરેક્ટ કામ કરતા 5 લાખથી વધુ લોકોને તેની ગંભીર અસર સહન કરવાનો વારો આવશે
છેલ્લા ૨ વર્ષથી ઉદ્યોગમાં મંદીનો માહોલ
છેલ્લા 2 વરસથી બાંધકામ છેત્રે ભયકંર મંદી હોય અને વરસાદ ની પણ ખેંચ હોય ગામ્ય વિસ્તારમાં ભયકંર વિકરાળ અછતની પરિસ્થતિ નિર્માણ થાય તેમ હોય જેથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં પડયા ઉપર પાટુ મારે તેવી જ રીતે ગુજરાત ગેસના ગાંધીનગર ખાતેના અધિકારીઓ મનસ્વી નિર્ણય લઇ ભાવ વધારો કરી નાખ્યો અને છેલ્લા 1 વર્ષમાં ૪૪ ટકા ભાવવધારો કરવામાં આવ્યો છે
ઉદ્યોગને બચાવવા સરકાર આગળ આવે : એસો પ્રમુખ
જો ભાવ વધારાની વાત કરીએ તો ગેસ એગ્રીમેન્ટમાં જુના ભાવ ગયા વર્ષે 16/10/2017 માં ટેક્સ સાથે 27.88 પૈસા થતા હતા જે 16/10/2018 ના ટેક્સ સાથે નવા ભાવ 40.27 થાય છે એટલે કે એક વર્ષ માં 44 ટકા નો ભાવ વધારો કર્યો અને આજે જે એક જ દિવસ માં ભાવ વધારો કર્યો તે ટેક્સ સાથે 8% જેવો થશે અને નોન એમજીઓ માં 15% નો ભાવ વધારો કર્યો છે ત્યારે મોરબી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે સિરામિક ઉદ્યોગ પર લાખો પરિવારો નભે છે અને ઉધોગને બચાવવા સરકાર ગંભીર વિચારણા કરે તે જરૂરી છે તેમજ ગેસ કંપનીએ નફો કમાવવાના લક્ષ્યને બદલે સિરામિક ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવા જોઈએ તેમ જણાવ્યું હતું