


મોરબીના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં જુગાર રમી રહેલા મકાનમાલિક હિતેશ દેવજી પટેલ, પ્રફુલ પટેલ, દેવજી પ્રવીણ ભડગાંમીયા, દિનેશ વશરામ પટેલ, આશિષ સુરેશ પટેલ, પ્રદીપ પટેલ, નરેન્દ્ર અભેસિંગ રાજપૂત અને મનીષ પ્રભુ પટેલ રહે. બધા ટીંબડી વાળાને દબોચી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૮૭,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

