Billboard ad 1150*250

મોરબી : “છોડમાં રણછોડ”ની ભાવના સાથે સાદુંળકા ગામમાં ૨૦૦૦ વ્રુક્ષોનું વાવેતર, video

0 92
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વૃક્ષારોપણ માટે ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ હોય ત્યારે મોરબી નજીકના નવા સાદુળકા ગામના ગ્રામજનોએ ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને ગામના નંદનવન બનાવવા અનોખું અભિયાન આદર્યું છે ગામમાં વૃક્ષારોપણ અંગે સરપંચ દિનેશ પટેલ જણાવે છે કે હનુમાન મંદિરના મહંતની પ્રેરણાથી ગ્રામજનોએ ગામને હરિયાળું બનાવવા સંકલ્પ કર્યો હતો અને ૪૦ વીઘા જમીનમાં ગ્રામજનોની મહેનતથી ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

જેમાં ઔષધી, ફ્રુટ અને ફૂલછોડના રોપાઓ વાવવામાં આવ્યા છે સરપંચ જણાવે છે કે છેલ્લા વર્ષોમાં વરસાદ ઘટી રહ્યો છે ત્યારે વધુ વરસાદ લાવવા તેમજ શુદ્ધ હવામાન માટે વૃક્ષારોપણ જરૂરી છે અન્ય ગામોમાં વસતા ગ્રામજનોએ પણ વૃક્ષારોપણ કરવાની તેને અપીલ કરી હતી જયારે વૃક્ષારોપણ અંગે મંદિરના મહંત ચિદાનંદ સ્વામી જણાવે છે કે વૃક્ષોમાં ઈશ્વરનો વાસ રહે છે વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વસે છે જેથી વૃક્ષારોપણ કરવાથી આપોઆપ લક્ષ્મીજીની પૂજા થાય છે વૃક્ષારોપણ જરૂરી છે અને સૌ કોઈએ વૃક્ષોના વાવેતર કરવા જોઈએ તેમ જણાવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat