

આજે તા.૧/૪/૨૦૧૯ થી બેન્ક ઓફ બરોડા, વિજ્યા બેન્ક તથા દેના બેન્કનું એકત્રીકરણ થયેલ છે. આ બેન્કોના તમામ ગ્રાહકોને આપવામાં આવેલ તમામ પ્રકારના કાર્ડમાં કોઇ જ ફેરફાર થનાર નથી અને આ તમામ કાર્ડ તેની એકસપાયરી ડેટ સુધી ચાલુ જ રહેશે.
આથી જો આપને કોઇ ફોન દ્વારા એવું જણાવે કે, આપની બેન્ક મર્જ થઇ ગયેલ હોઇ નવા કાર્ડ માટે આપના જુના કાર્ડના નંબર કે ઓટીપી જણાવો તો આવા કિસ્સામાં કોઇને પણ ઓટીપી કે પીન નંબર આપવો નહીં. વધુ વિગતો માટે આપના બેન્કની મુલાકાત લેશો તેવી અપીલ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે આમ નાગરિકો પોતે જાગૃત બને અને છેતરપીંડીનો ભોગ બનતા અટકે તે માટે અપીલ કરવામાં આવી છે