મોરબી: આવતીકાલે પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થશે

મોરબીમાં આવતીકાલ તા.21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સવારે 5.45 વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ પદે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવીદ પીરઝાદા,  કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા. રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, અને ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા ઉપસ્થિત રહેશે

‘માનવતા માટે યોગ’ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, ગ્રામ્ય કક્ષા, વિવિધ વોર્ડ, શાળા-કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મોરબી જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત મોરબી તાલુકાકક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે યોજવામાં આવશે તેમજ વાંકાનેર તાલુકાકક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાશે અને હળવદ તેમજ માળિયા તાલુકાકક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજવામાં આવશે. મોરબી જિલ્લા તેમજ તાલુકાકક્ષાના કાર્યક્રમની સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ શાળા- કોલેજમાં, તેમજ તમામ આરોગ્ય કેન્દ્રોમાં, જેલ કેમ્પસમાં, તમામ પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat