Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઘોર કળયુગ : મોરબીના રવાપર રોડ પરના શિવમંદિરમાં ચોરી

મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી નજીક આવેલ શંકર ભગવાનના મંદિરમાંથી ત્રીસ હજારના દાગીના ચોરી થયાની પોલીસ ફરિયાદ નોધાય છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ નરસગ ટેકરી પાસે આવેલ શંકર ભગવાનના મંદિરમાં ગત તારીખ ૨ ના રોજ બપોરના ૧૨ થી ૧૨:૩૦ વચ્ચેના સમયમાં કોઈ અજાણ્યો વ્યક્તિ ગેરકાયદેસર પ્રવેશ કરી શંકર ભગવાનના મંદિરમાં આવેલ શિવલીંગ પર ચડાવેલા આશરે ૯૦૦ ગ્રામ ચાંદીનો દાગીના કિંમત રૂપિયા 30,000 ચોરી ગયા છે

જેમાં એ ડીવીઝન પોલીસે જસમતભાઈ અઘારાની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ચોરીનો ગુનો નોધાવ્યો છે જે અગે ની વધુ તપાસ એ ડીવીઝન પી.એસ.આઈ. એમ.વી.પટેલ ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat