મોરબી : નવલખી રોડ પર ચોરીનો ભેદ ઉકેલાયો, જાણભેદુ એ જ કરી ચોરી !

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના નવલખી રોડ પરના સોની વેપારીનો ફ્લેટ થોડા કલાકો માટે બંધ હોય દરમિયાન તસ્કરોએ ફ્લેટને નિશાન બનાવી ૨૨ તોલા સોનાના દાગીના અને રોકડ રકમ સહીત ચાર લાખથી વધુની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે

        મોરબીના નવલખી રોડ પર રહેતા કૌશિકભાઈ હરિભાઈ પાટડિયા નામના સોની વેપારીનો નિધિવન એપાર્ટમેન્ટમાં આવેલ ફ્લેટ તા. ૨૮-૦૪ ના રોજ સવારથી સાંજ સુધી બ્સ્ન્ધ હોય અને પરિવાર લગ્ન સમારોહમાં ગયો હોય દરમિયાન તસ્કરોએ ઘરમાંથી ૨૦-૨૨ તોલા સોનાના દાગીના કીમત રૂ ૪.૨૦ લાખ તેમજ રોકડ ૩૦ હજાર સહીત કુલ ૪.૩૦ લાખના મુદામાલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી

જેમાં એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળની એ ડીવીઝનના મહેન્દ્રસિંહ ઝાલા, વિજય આહીર અને ફતેસિંહ પરમાર સહિતની ટીમે આરોપી હાર્દિક હર્ષદભાઈ પારેખ (u.વ.૩૨) રહે કુબેરનગર નવલખી રોડ વાળાને ઝડપી લઈને ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે આરોપી નિધિવન એપાર્ટમેન્ટમાં જ રહેતો હોય અને પોલીસે પ્રથમ દ્રષ્ટિથી જાણભેદુ હોવાની આશંકા સાથે તપાસ ચલાવી હતી અને ચોરી કરનાર ઈસમને ઝડપી લીધો છે 

Comments
Loading...
WhatsApp chat