Billboard ad 1150*250

મોરબી : કોર્ટ પરિસરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો ચોકાવનારૂ કારણ…

0 149
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીની કોર્ટમાં આજે એક યુવાને આવીને દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા થોડીવાર માટે અફરાતફરી મચી હતી તેમજ બેભાનઅવસ્થામાં યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલી કોર્ટમાં પહોંચીને એક યુવાને ઝેરી દવા પી લેતા દવાની અસરને પગલે યુવાન બેભાન બન્યો હતો જેને પગલે યુવાનને લાલબાગ ૧૦૮ ની ટીમ દ્વારા તુરંત સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે બી ડીવીઝન પોલીસના હકાભાઇ ચૌહાણ સહિતની ટીમ હોસ્પિટલ પહોંચી હતી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દવા છાંટી આપઘાતનો પ્રયાસ કરનાર ગઢવી યુવાન રાજકુમાર લાખુભાઇ મારૂ (ઉ.વ.૩૧) રહે રફાળેશ્વર વાળો હોવાનું જાણવા મળ્યું છે તેમજ યુવાનને તેની પત્નીથી છૂટાછેડા જોતા હોય તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ફરિયાદ થયેલી હોય જેથી યુવાને આ પગલું ભર્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat