મોરબી : નવા બની રહેલા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી યુવાન નીચે પટકાયો

મોરબી પંથકમાં અનેક નવી બિલ્ડીંગો બની રહી છે જ્યાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે આવો જ એક અકસ્માત આજે સર્જાયો હતો જેમાં બાંધકામ કરી રહેલો શ્રમિક યુવાન ત્રીજા માળેથી નીચે પટકાતા તેને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું છે

મોરબીના રવાપર કેનાલ ચોકડી નજીક વસવાટ કરતા અને કન્યા છાત્રાલય રોડ પરના સરદારનગરમાં નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં મજુરી કામ કરતા રાકેશ મુળજીભાઈ આદિવાસી નામનો ૨૫ વર્ષીય શ્રમિક યુવાન આજે મજુરી કામ કરતો હોય દરમિયાન અકસ્માતે તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું છે એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat