Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ભાભી સાથે પ્રેમસંબંધ રાખનાર યુવાનને ત્રણ શખ્શોએ લમધારી નાખ્યો

મોરબીના ઉંચી માંડલ ગામમાં પ્રેમ સંબંધ મામલે યુવાનને ત્રણ શખ્શોએ ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે

હળવદના પ્રતાપગઢ ગામનો રહેવાસી મહેશ બાબુભાઈ કોળી (ઉ.વ.૩૧) નામના કોળી યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવાનને આરોપી ભરત પ્રેમજી થરેસા સાથે પ્રેમ સંબંધ હોય અને સાથે દેખી જતા આરોપી ભરત થરેસા અને બે અજાણ્યા ઇસમોએ તેને ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat