

મોરબીના કાલીન્દ્રી નદી નજીક એક યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત નીપજ્યું છે જોકે યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે સ્પષ્ટ થયું નથી
મોરબીના મહેન્દ્રનગર ગામના દલીતવાસ પાછળનો રહેવાસી યુવાન સુનીલ ગણપત હળવદીયા (ઉ.વ.૨૦) નામનો દેવીપૂજક યુવાને કાલીન્દ્રી નદી નજીક તેના ભાઈ ભાવેશ હળવદીયાના બંધ મકાનમાં ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના ઈમ્તિયાઝ જામ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે તેમજ યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો તે જાણવા વધુ તપાસ ચલાવી છે