


ઓદ્યોગિક નગરીને મોરબીનો દરજ્જો મળી ગાયને ચાર વર્ષથી વધુનો સમય વીતી ચુક્યો છે જોકે હજુ જીલ્લા કક્ષાની સુવિધા નાગરિકોને મળી નથી. મોરબીનું નવું બસ સ્ટેન્ડ જીલ્લો બન્યા બાદ પણ જેમની તેમ સ્થિતિમાં હોય જે બસ ડેપોને આધુનિક બનાવી સુવિધાઓ આપવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લો બન્યા બાદ પણ નવા બસ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી નથી અને જુનું સુવિધાવિહોણું બસ સ્ટેશન જ મોરબીવાસીઓને ઉપયોગમાં લેવું પડી રહ્યું છે મોરબીનું નવું બસ સ્ટેશન વર્ષોથી એ જ હાલતમાં છે અને મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે
જેથી નવા બસ સ્ટેશનને આધુનિક નવા રૂપરંગ સાથે કાયાપલટ કરવામાં આવે અને નવા બસ સ્ટેશનને બસપોર્ટ કહી સકાય તેવું આધુનિક બનાવવામાં આવે અને મોરબી કચ્છ-સૌરાષ્ટ્રથી આવતા પેસેન્જરની સુવિધામાં વધારો કરવામાં આવે તેમ વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં કરી છે. અને બસ ડેપોને બસપોર્ટ જેવું આધુનિક બનાવવા માંગ કરી છે.

