મોરબી : તસ્કરો મંદિરમાં ચોરી કરવા આવ્યા, કાઈ ના મળ્યું તો દારૂની મહેફિલ માણી !

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દારૂની બોટલ મળી આવી, પોલીસ પેટ્રોલિંગની માંગ

        મોરબી પંથકમાં હાલ તસ્કરો બેફામ બનીને સર્વત્ર ત્રાટકી રહયા છે અને પોલીસનો કોઈ ખોફ તસ્કરોને રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત રાત્રીના તસ્કરોએ રાજપર (કું.) ગામના મંદિરને નિશાને લીધું હતું જોકે મંદિરમાંથી કોઈ કીમતી સામાન મળ્યો ના હતો પરંતુ તસ્કરો અહી દારૂની મહેફિલ માણી ગયા હોય જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે

        બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજપર કુંતાસી ગામે આવેલ હનુમાનજી મંદિરમાં રાત્રીના સમયે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિર નજીકની ઓરડીમાં તસ્કરોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોને કોઈ કીમતી સામાન હાથ લાગ્યો ના હતો જેથી મંદિરની ઓરડીમાં રાખેલ બાળકો માટેનો નાસ્તો સાફ કરી ગયા હતા અને દારૂની મહેફિલ પણ માણી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે કારણકે સવારે મંદિરની ઓરડીમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી બનાવ અંગે ગામના સરપંચનો સંપર્ક કરતા તેમને પણ બનાવને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે તસ્કરોનો આતંક વધી રહ્યો છે અને ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી છે તસ્કરોને પગલે ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ ત્યાં દારૂની મહેફિલ માણી હોય જેથી ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat