

મોરબી પંથકમાં અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે જે વિકાસની સાથે પ્રદુષણનો પ્રશ્ન પણ માથું ઊંચકી રહ્યો છે જેમાં ગંદા પાણીનો નદીમાં નિકાલ કરવા જતા બે ટેન્કરો ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસમાં ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે
મોરબીમાં વધી રહેલા ઓદ્યોગિક એકમો બેફામ ગંદકી અને પ્રદુષણ ફેલાવતા હોય છે ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ગત રાત્રીના પેટ્રોલિંગ કરતા હોય દરમિયાન જેતપર પીપળી રોડ પરથી સોમનાથ પેટ્રોલીયમ સામેથી પસાર થતી નદીમાં ગંદુ પાણી ઠાલવવા જાતે ટેન્કર નં જીકયુંવાય ૪૯૯૪ અને જીઆરપી ૬૨૨૫ બંનેમાં મળીને કુલ ૧૮,૫૦૦ લીટર દુષિત પાણી ભરેલું હોય જે મનુષ્ય અને પશુઓની તંદુરસ્તી માટે જોખમી હોય અને ઝેરી પાણી નદીમાં થાલાવવાથી પીવાનું પાણી દુષિત થાય તેમ હોવાથી બંને ટેન્કર ચાલક સામે જીપીસીબીના ઈજનેર ચેતનકુમાર લખમણભાઈ ડોડીયાએ ફરિયાદ નોંધાવી છે અને મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવવામાં આવી છે
જુઓ ટેન્કર સહિતના મુદામાલનો વિડીયો…….