Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : નામચીન શખ્શોનું પોલીસે જાહેર સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્શોએ બે યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે મારામારી પ્રકરણમાં રીઢા ગુનેગારોની સંડોવણી હોય આરોપીને ઝડપી લઈને પોલીસે તેનું જાહેર સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું

મોરબીના વજેપરમાં રહેતા અવિનાશ બાબુ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીગર જીલુ બોરીચા, સાગર નવઘણ ભરવાડ અને દેવા રાજુ રાવળદેવ એ ત્રણ આરોપીઓએ અગાઉ મિત્રને બોલાચાલી થઇ હોય તેમજ અગાઉ ફરિયાદીની માતાએ બોલાચાલી કરી હોય જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન તેમજ તેની સાથે રહેલા કમલેશભાઈને ગાળો આપી માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

જે ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને રીઢા ગુનેગારો જીગર બોરીચા અને સાગર ભરવાડને ઝડપી લેવામાં આવ્યા હતા અને નવા બસ સ્ટેન્ડ પાસે તેનું જાહેર સરઘસ કાઢી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું તો જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી જે જોવા લોકોના ટોળા એકત્ર થયા હતા

Comments
Loading...
WhatsApp chat