મોરબી : ધામેચા પરિવારને પોલીસે ન્યાય ના આપ્યો પરંતુ કુદરતે ન્યાય આપ્યો

ભાઈની હત્યાથી ભાઈવિહોણી બહેનને ઈશ્વરે બીજો ભાઈ આપ્યો

ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનનું પર્વ આવી પહોંચ્યું છે ત્યારે મોરબી એક બહેન માટે ત્રણ વર્ષે રક્ષાબંધનનું પર્વ ખુશી લઈને આવ્યું છે કારણકે મોરબીમાં ચકચારી બનેલા નીખીલ હત્યાકાંડમાં માસૂમ નીખીલની બહેને ભાઈ ગુમાવ્યો હોય જે રક્ષાબંધનના પર્વે આંસુ રેડવા સિવાય કાઈ કરી સકતી ના હતી જોકે કુદરતે ન્યાય આપ્યો છે અને તેને નીખીલ જેવો બીજો ભાઈ આપ્યો હોય જેથી ત્રણ વર્ષે બેન રક્ષાબંધનનું પર્વ ઉલ્લાસ સાથે ઉજવાશે

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસી પરેશભાઈ ધામેચા અને કીર્તિબેન ધામેચાના પુત્ર નીખીલ ધામેચા ડીસેમ્બર ૨૦૧૫ માં ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ આવતા હત્યાનો ગુન્હો નોંધી સ્થાનિક પોલીસથી લઈને જીલ્લાની એજન્સીઓએ તપાસ ચલાવી છે તેમજ પરિવારની માંગણીને કારણે સરકાર દ્વારા સીઆઈડી ક્રાઈમને તપાસ સોપાઈ છે જોકે નીખીલ ધામેચાની હત્યાને પોણા ત્રણ વર્ષનો સમય વીત્યા બાદ હત્યારાઓનો પત્તો લાગ્યો નથી તો હત્યાનું કારણ પણ જાણી સકાયું નથી અને પરિવારે ન્યાય માટે કરેલી દોડધામ બાદ પણ પરિવારને ન્યાય મળ્યો નથી અને પુત્રની યાદ દરેક તહેવારમાં માતાપિતાને સતાવતી રહે છે તો એકની એક બેન ભાઈને રાખડી બાંધવા માટે રડી પડે છે

નીખીલ ધામેચાની હત્યાને ત્રણ વર્ષ થવા આવ્યા છે અને દરેક રક્ષાબંધનના પર્વે ભાઈની ખુબ યાદ આવતી હતી પોલીસ કે સરકાર ન્યાય ના આપ્યો પરંતુ કુદરત સૌનો છે જેને અમને ન્યાય આપ્યો છે અને નીખીલની હત્યા બાદ બહેન મયુરીને જૈનીમના રૂપમાં બીજો નીખીલ આપ્યો છે નીખીલના મૃત્યુ બાદ માતાપિતાએ ન્યાય માટે અનેક દોડધામ કરી હતી પરંતુ કાઈ હાથ ના લાગ્યું તો ઈશ્વરે ધામેચા પરિવારને બીજો પુત્ર જૈનીમ આપ્યો છે અને બહેન મયુરીને રાખડી બાંધવા માટે વિરલાનું કાંડું મળી ગયું છે જેથી ત્રણ વર્ષથી દુખી અને ઉદાસ રહેતી બહેન મયુરી આ વર્ષે પોતાના આઠ માસના નાનાકડા ભઈલાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે અને બહેન મયુરીને ભાઈ નીખીલ ગુમાવ્યાનું દુખ તો છે જ પરંતુ બીજો ભાઈ મળી જતા તેનો આનંદ પણ બહેનને હૈયે જોવા મળે છે

Comments
Loading...
WhatsApp chat