

આરોપીના દોઢ દિવસના રિમાન્ડ મંજુર
મોરબીના પાસ આગેવાન દ્વારા મીડિયા વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોય જે મામલે થયેલી ફરીયાદના દોઢ વર્ષ બાદ પાસ આગેવાનની ધરપકડ કરવામાં આવી છે
પાટીદાર અનામત આંદોલનથી સક્રિય પાસ આગેવાન નીલેશ એરવાડિયાએ દોઢ વર્ષ પૂર્વે મીડિયાને ગાળો આપી હોય અને આ અંગેની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં ફરતી થયા બાદ મોરબીના પત્રકાર અતુલ જોશીએ બી ડીવીઝન પોલીસમાં પાસ આગેવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ઓડિયો કલીપ પણ પુરાવારૂપે આપવામાં આવી હતી જોકે ફરિયાદ બાદ નીલેશ એરવાડિયાએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા અને ફરિયાદના દોઢ વર્ષ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેનો મોબાઈલ કબજે લેવાયો છે તેમજ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે