મોરબી : વૃદ્ધે જમીન ખરીદવા સાડા ત્રણ કરોડ આપ્યા પણ જમીન ના મળી

 

મોરબીમાં આંઠ શખ્સોએ જમીન વેચવાની હોવાની વાત કરી ખોટા આધાર પુરાવા રજુ કરી જમીન વેચવાનું વચન આપીને વૃદ્ધ પાસેથી સાડા ત્રણ કરોડ લઇ રકમ ઓળવી ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી અંબારામભાઈ ડાયાભાઇ પટેલે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની હકીકત જણાવી આરોપી અંબારામભાઈ પટેલ, ચુનીલાલ મકનભાઈ દલવાડી, અશોકભાઈ દામજીભાઈ કાસુન્દ્રા, હરેશભાઈ ઉર્ફે હકાભાઇ નારણભાઈ જાકાસણીયા એ ખોટા આધાર કાર્ડ બનાવી ફરિયાદી ભગવાનજીભાઈને ખોટા ખાતેદાર તરીકે રહેલ કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઈ ભગવાનજીભાઈ નકુમ તથા અલ્પેશભાઈ ભગવાનજીભાઈ નકુમ એમ બધા વ્યક્તિઓએ પૂર્વ આર્યોજીત કાવતરું રચી જમીનના માલિક કાંતાબેનના તથા તેના બંને પુત્રના આરોપી સવિતાબેન નકુમ અને પીન્ટુ નકુમ ના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધાર કાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપી મુકેશભાઈ નારણભાઈ કંજારીયા સવિતાબેનને કાંતાબેન તરીકે દર્શાવી ખોટું સોદાખત કરી ફરિયાદી ભગવાનજીભાઈ પટેલને જમીન વેચાણ આપવાનું વચન, વિશ્વાસ આપી ફરિયાદી ભગવાનજીભાઈ પટેલ પ[પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડ લઇ તમામ આરોપીઓએ આ રકમ ઓળવી જઈને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat