મોરબી : પરિણીતા પર પતિએ ચારિત્ર્ય બાબતે શંકા કરી માર મારી પરિવારને મારી નાખવાની ધમકી આપી

 

મોરબીના ધૂળકોટ ગામની પરિણીતાને સાસરીયાઓએ ચારિત્ર્ય બાબતે શંકા કરી માનશીક દુખ ત્રાસ આપી ગાળો આપી માર મારી ઈજા કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીના ધૂળકોટ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતી સોનલબેન દિલીપભાઈ ચૌહાણ એ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ તેના પતિ તથા હોય અને પતિ દિલીપભાઈ એ પત્ની સોનલબેન પર ચારિત્ર્ય બાબતે ખોટી શંકા કુશંકા કરી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો આપી આરોપી પતિ દિલીપભાઈ ચૌહાણ, સાસુ રમાબેન રમેશભાઈ ચૌહાણ, જેઠ અજીતભાઈ રમેશભાઈ ચૌહાણ, જેઠાણી વિજયાબેન અજીતભાઈ ચૌહાણ એ મદદગારી કરી ફરિયાદી સોનલબેનને માર મારી ઈજા કરી આરોપી પતિ દિલીપભાઈ એ પોતાના મોબાઈલમાંથી સોનલબેનના મોબાઈલમાં ફોન કરી તેણીને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવી છે તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat