મોરબી : ગેસીફાયર કોપીરાઈટ ભંગ કેસમાં હાઈકોર્ટનો સીમાચિન્હ ચુકાદો, જાણો વિગતે

વચગાળાના ચુકાદામાં હાઈકોર્ટે ફરિયાદી કંપનીને આપી રાહત

મોરબીમાં ગેસીફાયર બનાવતી પેઢીના ડ્રોઈંગની કોપી કરીને ડુપ્લીકેટ ગેસીફાયર બનાવનાર સામે કાનૂની જંગ શરુ કરવામાં આવ્યો હતો અને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ હાઈકોર્ટે વચગાળાનો સીમાચિન્હ રૂપ ચુકાદો આપીયો છે અને જે પેઢી કોપીરાઈટ ધરાવે છે તેણે સુપ્રત કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે.

મોરબીમાં ચાલતા સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે કોલસાથી ચાલતા ઝીરો પોલ્યુશન ગેસીફાયર બનાવતી મોરબીની ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. પેઢીના ડાયરેક્ટર સુભાષભાઈ સવજીભાઈ પડસુંબીયાએ આધુનિક ટેકનોલોજીયુક્ત અને ઝીરો પોલ્યુશન બેઇઝ ગેસીફાયર મશીનરી તૈયાર કરાવી તે મશીનરીના ડ્રોઈંગ અને મશીનરી બનાવટના કોપીરાઈટ એક્ટ મુજબ કોપીરાઈટ હકો લીધા હતા જોકે ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં મોરબીની જ સદગુરુ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક નીલેશ છોટુભાઈ બાવરવાએ ગુરુકૃપા મેક પ્રા. લી. દ્વારા તૈયાર કરેલ ઝીરો પોલ્યુશન ગેસીફાયરની સીધી જ નકલ કારી ગેસીફાયર મશીનો બનાવવાનું શરુ કર્યું હતું જે પૈકીનું એક ગેસીફાયર મેક્સિમો સિરામિકના ડાયરેકટરો મુકેશ પટેલ અને દિવ્યેશ પટેલને વેચેલ હોવાનું જાણવા મળતા કોપીરાઈટ ભંગ થતો હોય

જેથી ગુરુકૃપા મેક ટેક પ્રા. લીના ડાયરેકટર સુભાષભાઈ પટેલે મેક્સિમો સિરામિકના સંચાલકો તથા સદ્ગુરુ ઇન્ડસ્ટ્રીઝ ભાગીદાર નીલેશ બાવરવા વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ ભંગ સબબ ફરિયાદ કરતા જે તે સમયે પોલીસે સ્થળ પર કોપીરાઈટ ભંગ કરી બનાવેલ ગેસીફાયર મશીનો સીલ કર્યા હતા અને સદગુરુ ઇન્ડસ્ટ્રીઝના તેમજ મેક્સિમો સિરામિકના સંચાલકો મુકેશભાઈ પટેલ અને દિવ્યેશભાઈ પટેલ તેમજ નીલેશભાઈ પટેલ દ્વારા સીલ કરાયેલા મશીનો મુક્ત કરવા દાદ માગતા ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. એ મોરબી કોર્ટના આદેશને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરતા તેમના વકીલ વાય.જે. ત્રિવેદીએ કરેલી દલીલોને માન્ય રાખી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાળા મશીનના ડ્રોઈંગ અને મશીનના આકારની ડીઝાઇન તે બંને કાયદાના મુદા ધ્યાનમાં રાખીને સીમાચિન્હ રૂપ ચુકાદો આપ્યો હતો

હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હાટુ કે સીલ કરેલ મશીનરી કોપી કરીને બનાવેલ હોય કોપીરાઈટ ધરાવતી પેઢી એટલે કે ગુરુકૃપા મેક ટેક પ્રા. લી. ને કબજો સોપવા તેમજ આં ચુકાદાને તમામ કોર્ટમાં રીપોર્ટ કરવા તેમજ મોરબી કોર્ટને ટાંકી જણાવ્યું હતું કે આ કેસનો ઝડપથી ચુકાદો આવે તે માટે આ કેસને ડે ટૂ ડે કેસ ચલાવવા જણાવ્યું છે સદગુરુ ઇન્ડસ્ટ્રીઝ જે કોપીરાઈટનો ભંગ કર્યો હોય તે બાબતે ક્રિમીનલ કેસનો હવે પછી ચુકાદો આવશે હાલ સદગુરુ ઇન્ડસ્ટ્રીઝને હાઈકોર્ટે મોટી લપડાક આપી ગુરુકૃપા પ્રા. લી ની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

Comments
Loading...
WhatsApp chat