Billboard ad 1150*250

મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન, Video

0 164
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નફાની રકમ ગૌશાળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરાશે

કીર્તીદાન ગઢવી દરરોજ ખેલૈયાઓને ગરબે ઘુમાંવશે

Post ad 2

        મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે સતત પાંચમાં વર્ષે ગૌમાતા અને તેજસ્વી છાત્રોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ગરબાના તાલે ઘુમાવવા માટે જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘુમાંવશે તે ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં ઇન્ડિયન આઈડલ સ્ટાર સિંગર પણ હાજરી આપશે

        મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ કહતે તા. ૨૯ થી ૦૭ ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવ ગાયો અને દરેક જ્ઞાતિ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવે છે ગત વર્ષે નવરાત્રી મહોત્સવમાંથી ૩૭ લાખનો નફો થયો હતો જેમાંથી આઠમના દિવસે જ રૂ ૨૧ લાખ ગૌશાળાને તેમજ ૧૬ લાખ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી માટે આપી દેવામાં આવ્યા હતા આ વર્ષે પણ આઠમના દિવસે જ નફાનું ગૌશાળા અને વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવાશે

        પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવી, સારેગામાંપાની ઇન્દ્રાણી ભટ્ટાચાર્ય ખેલૈયાઓને મન ભરીને ઝુમાંવશે નવરાત્રીના નવ દિવસ વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને પણ લઇ આવીને ગરબે રમાડવામાં આવશે નવરાત્રી મહોત્સવમાં તા. ૦૪ ના રોજ ઇન્ડિયન આઈડલના ૨૦૧૮ ના વિનર સલમાન અલી તેમજ તા. ૦૭ ના રોજ તેમનો જોડીદાર રનર્સ અપ નીતીનકુમાર પણ લોકોને ડોલાવશે આ નવરાત્રી મહોત્સવ ૨૦ વીઘા જેટલી વિશાલ જગ્યામાં યોજાશે સાથે ૩૦ વિધા જેટલી જગ્યામાં પાર્કિંગ સુવિધા સાથે વીવીઆઈપી પાર્કિંગની પણ સુવિધા આપવામાં આવશે

        ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને ૧૨ થી ૫ હજાર ખેલૈયાઓ રમી સકે તે જાતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર આયોજન ગૌ માતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવ્યું હોય, દરેક લોકોએ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા આયોજક અજયભાઈ લોરિયા, સમિતિના તુષારભાઈ ઓગણજા, સંજયભાઈ આદ્રોજા, મેહુલભાઈ ભટ્ટાસણા, બ્રિજેશભાઈ જેઠ્લોજા, સંદીપભાઈ જાલરીયા, એ જે અમૃતિયા, હરેશભાઈ રૂપાલા, પરેશભાઈ કાસુન્દ્રા, રવિ કોરડીયા, પ્રશાંતભાઈ ગજ્જર, અશ્વિનભાઈ અને જયભાઈ અંબાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat