મોરબી : યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ઘરે આવી ધમકીઓ આપી શરીર સંબંધ બાંધ્યા

ભોગ બનનાર યુવતી અને પરિવારના સભ્યોને ધમકી આપી

મોરબી નજીક કારખાનામાં રહીને મજૂરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધી ધમકીઓ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીમાં ચકચારી બનાવની મળતી માહિતી મુજબ જુના ઘુંટુ રોડ પરની સીરામીક ફેક્ટરીમાં રહેતલી 26 વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભાવેશ રાજાભાઈ ગમારા રહે. જુના ઘુંટુ રોડ મફતિયાપરા વાળા ઇસ્મે ભોગ બનનાર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર યુવતીના ઘરે આવી ભોગ બનનાર યુવતી અને તેના પરિવારના સભ્યોને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આઈપી બળજબરીથી તેની મરજી વિરુદ્ધ બે એક વર્ષથી શરીર સંબંધ બાંધ્યાંની ફરિયાદ નોંધાવી છે બી ડિવિઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને પગલે આરોપી વિરુદ્ધ ધાકધમકી, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat