


મોરબીના ગાળા નજીકના સિરામિક એકમમાં કામ કરતા શ્રમિક યુવાનના મિત્રે મસ્તીમાં ગુદાના ભાગમાં કમ્પ્રેશર વડે હવા ભરી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ
ગાળા નજીકની સંગમ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા લક્કી તેજરામ સીનમ (ઊવ ૨૩) નામનો યુવાન ધૂળથી ભરાઈ ગયો હોય તેણે પોતાની સાથે કામ કરતા મિત્ર શ્રમિકને કમ્પ્રેશર વડે શરીરના પાછળના ભાગે હવા ભરી મારી બેઠક સાફ કરવાનું કહેતા મિત્રએ પાછળના ભાગે ગુદામાં કમ્પ્રેશર વડે ભરતા લક્કીને ઈજાઓ પહોંચી છે બનાવની નોંધ કરી તાલુકા પોલીસે તપાસ ચલાવી છે.

