


મોરબીના નવલખી રોડ વિસ્તારમાં એક યુવાને લગ્ન ના કરાવી દેતા જાત જલાવી હોય જેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
મોરબીના નવલખી રોડ પરના રહેવાસી મહેશ નવઘણ પાડલીયા (ઊવ ૨૧) નામના યુવાનની ઉષાબેન કોળીની દીકરી રશ્મી ( ઊવ ૧૫) સાથે સગાઇ થઇ હોય જેને લગ્ન કરાવી દેવાનું કહેતા દીકરાના બાપુએ મહેશને રશ્મી ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યારે લગ્ન કરાવી આપવાનું સમજાવતા યુવાને પોતાના શરીરે પેટ્રોલ છાંટી જાત જલાવી લેતા તેણે મોરબી બાદ જામનગર સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

