

મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલ સિરામિક એકમમાં ગેરકાયદેસર સિક્યુરીટી એજન્સી ચાલવતા એક આધેડને ઝડપી પાડી મોરબી એસ.ઓ.જી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી મોરબી એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલ બિશન સિરામિક એકમમાં આરોપી ચૈનસિંહ શેરસિંહ રરાવત (ઉ.૪૨) રહે- મૂળ કુકડા(રૂપારેલ) રાજસ્થાન, હાલ બિશન સિરામિકની ઓરડી વાળાને પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલવવા અંગે લાયસન્સ ણ હોવા છતાં કારખાનામાં સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.