



મોરબી પંથકમાં આવેલા કારખાનાઓમા છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે જેમાં વધુ એક અકસ્માતમાં મહિલાનો સાડીનો છેડો ફસાઈ જતા તેનું મોત નીપજ્યું છે.
મોરબીના ભડિયાદ રોડ પરના રહેવાસી નયનાબેન રમેશભાઈ ધરોડીયા (ઊવ ૫૦) નામની મહિલા માધવ પોટરીઝ નામની ફેકટરીમાં કામ કરતી હોય ત્યારે અકસ્માતે તેની સાડીનો છેડો મશીનમાં આવી જતા તેનું અકસ્માતે મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.



