Billboard ad 1150*250

મોરબી : ખેડૂત પરિવાર દીકરીએ નાયબ મામલતદાર બની પરિવારનું નામ રોશન કર્યું

0 344
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

કહેવાય  છે કે અડગ મનન ના માનવીને હિમાલય પણ નડતો નથી તેમ મોરબીના ઘુંટુ ગામે રહેતા ખેડૂત પરિવારની દીકરીએ પોતાની યથાર્થ મહેનત થકી માત્ર પરિવારનું જ નહિ પણ પોતાના ગામ અને મોરબીનું ગૌરવ વધાર્યું છે ખેડૂત પરિવારની દીકરીએ કઠોર પરિશ્રમ કરીને જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવીનેહાલ તેમને નાયબ મામલતદાર તરીકે સિલેકશન પામી છે

મોરબીના ઘુંટુ ગામે રહેતા વસંતભાઈ પોપટભાઈ સોરીયા જે ખેડૂત છે તેની દીકરી પાયલબેન એ જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવી છે.ખેડૂત પરિવારની આ પુત્રી નાનપણથી અભ્યાસમાં તેજસ્વી રહી છે. પાયલબેને શિક્ષણમાં પોતાનું લક્ષય કેન્ટ્રીત કરીને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે તેમના પરિવારે પણ પોતાની આ વ્હાલસોયી દીકરી ભણી ગણીને સમાજમાં નામ રોશન કરે તે માટે યથાર્થ સહયોગ આપ્યો છે પાયલબેને મોરબીની પી.જી પટેલ કોલેજમાં બી.કોમ કરીને બાદમાં એમ.કોમ પૂર્ણ કરીને યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી હતી અને તેમાં સ્માર્ટ વર્ક કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને નાયબ મામલતદાર તરીકે સીલેશન પામ્યા છે કઠોર પરિશ્રમ પોતાની આવડત થકી આ સિદ્ધિ હાસલ કરીને પોતાના સમાજમાં પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે ધુંટુ ગામનું પણ ગૌરવ વધાર્યું છે આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ હાલ પાયલબેન પર મિત્રો, પરિવાર સહિતના તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat