



કોલગેસમાં ગૂંગળાઈ જતા શ્રમિકનું મોત
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એટ્રીમ સિરામિક ફેકટરીમાં મજુરી કરતા પ્રકાશ કિશન ચૌહાણ (ઊવ ૨૫) નામનો શ્રમિક કોલગેસની ફાયર ભઠ્ઠીમાં પડી જતા ગૂંગળાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ
મોરબી માળિયા હાઈવે પર આવેલ ટીંબડી નજીકની હિલ્સન હોટલ પાસેના રહેવાસી મનોજકુમાર શ્યામસુંદર શર્માએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૩ ના રાત્રીના ૨ વાગ્યાથી સવાર દરમિયાન હીરો ડીલક્સ મોટરસાયકલ નં એચઆર ૧૬ એસ ૬૬૦૯ કીમત ૨૦,૦૦૦ વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે



