


મોરબી સ્ટેટ દ્વારા અનેક એતિહાસિક ઈમારતોના નિર્માણ કરવામાં આવ્યા હતા જે એતિહાસિક વારસાએ મોરબીને તે સમયમાં સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા આપી હતી જોકે બાદમાં જાળવણીના અભાવે આ વિરાસતો ખંડેર જેવી બની છે આવી જ સ્થિતિ મોરબીના ઝુલતા પુલની થવા પામી છે.
મોરબીના રાજાશાહી શાસનમાં મોરબીમાં દરબાર ગઢ, મણી મંદિર, ઝૂલતો પુલ અને નહેરુ ગેઇટ તેમજ ગ્રીન ચોક ટાવર જેવી ભવ્ય ઈમારતોનો એતિહાસિક વારસો મળેલો છે જોકે નગર દરવાજા ટાવર હોય કે પછી ઝૂલતો પુલ જાળવણીના અભાવે આ ભવ્ય ઈમારતોની સ્થિતિ દયનીય બની છે. તો મોરબીના ઝુલતા પુલને પણ ખાનગી કંપની દ્વારા વહીવટ સંભાળ્યો હતો અને તે ૧૦ વર્ષનો કોન્ટ્રકટ પૂર્ણ થતા ફરીથી જવાબદારી પાલિકા તંત્રને સોપાઈ છે પરંતુ હજુ સુધી પાલિકા તંત્રએ જવાબદારી સાંભળી નથી
તો દેશ વિદેશના પર્યટકો માટે આજે પણ ફરવાલાયક સ્થળ એવા ઝુલતા પુલની હાલત સારી કહી સકાય તેવી નથી. સૌપ્રથમ વખત મોરબીમાં નદી પર બનેલો ઝૂલતો પુલ આજે પણ હયાત છે જોકે હાલ ઝુલતા પુલમાં અનેક સ્થળે પાટિયા નીકળી ગયેલા જોવા મળે છે તો અનેક સ્થળે મરમ્મતની જરૂરિયાત જણાઈ રહી છે ઝુલતા પુલ પર ફરવા જતા લોકો માટે આ ઠેર ઠેર તૂટેલા પાટિયા સતત અકસ્માતનો ભય ઝળુંબે છે
તો કોઈ પર્યટક નદીમાં ખાબકે કે દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે કારણકે ખાનગી કંપનીએ ઝુલતા પુલની જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે તો પાલિકા તંત્રએ હજુ સત્તાવાર રીતે જવાબદારી સાંભળી નથી જેથી જવાબદારીની ફેંકાફેંકી જોવા મળી રહી છે તો તૂટેલા ઝુલતા પુલ પર અકસ્માતનો ભય સતત તોળાયેલો રહે છે છતાં નાગરિકો પોતાની જવાબદારીએ ઝુલતા પુલનો આનંદ ઉઠાવી રહ્યા છે.

