મોરબી : પાંચ લાખની ખંડણી માંગનાર ફિલ્મનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર નીકળ્યો, જાણો વધુ

ગુજરાત રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી રહી ચુકેલા જયંતીભાઈ કવાડીયાનું મોરબીમાં નિવાસ હોય જેને બે દિવસ પૂર્વે પાંચ લાખની ખંડણી માટે ધમકીભર્યો ફોન મળતા એલસીબી ટીમ હરકતમાં આવી હતી અને આરોપી ને મુંબઈથી દબોચી લેવાયો હતો.
બનાવની પ્રાપ્ત મોરબીમાં વસવાટ કરતા માજી રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડીયાને ગત તા. ૧૬ ના રોજ તેના મોબાઈલ પાર અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને બાદમાં ધમકીભર્યા એસએમએસ મળ્યા હતા અને બાદમાં તેની સાથે ફોન પર વાત કરતા આરોપીએ રવિ પુજારીનો માણસ બોલું છું તેમ કહીને પોતે અર્જુન હોવાની ઓળખ આપી પાંચ લાખની ખંડણી માંગી હતી જે મામલે માજી મંત્રીએ ઇન્ચાર્જ એસપી અક્ષયરાજ મકવાણાનો સંપર્ક કરતા તુરંત એલસીબી ટીમને સાબદા કરી હતી

એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસ તથા દિલીપભાઈ ચૌધરી, રજનીકાંતભાઈ કૈલા, નંદલાલ વરમોરા, દશરથસિંહ પરમારની ટીમ આરોપીને ઝડપી લેવા ટીમ મુંબઈ રવાના થઈ હતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના માર્ગદર્શન અને મુંબઈ ખંડણી વિરોધી દળની મદદથી આરોપી આશિષકુમાર રામ નરેશ શર્મા (ઊવ ૨૫) રહે. મુંબઈ વાળાને દબોચી લઈને મોરબી લઇ આવવામાં આવ્યો હતો.

આરોપી આશિષકુમાર શર્મા ફિલ્મ ક્ષેત્રે આસીસટન્ટ ડાયરેક્ટર હોય જેને રૂપિયાની જરૂરત પાડતા ફોન પર ખંડણી માંગી હતી તો આરોપીને રવિ પુજારી ગેંગ સાથે કોઈ નિસ્બત ના હતી પરંતુ માજી મંત્રીને ધમકાવી રૂપિયા પડાવવા માટે આ ગેંગનો માણસ હોવાની ઓળખ આપી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ઇન્ચાર્જ એસપી અક્ષયરાજ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલના સમયમાં મંત્રી સહિતના નેતાઓના નંબર વેબસાઈટ પરથી આસાનીથી મળી જતા હોય છે અને આરોપીએ પણ માજી મંત્રીના નંબર ત્યાંથી મેળવ્યા હોય તેવી શક્યતા છે

ફિલ્મ ક્ષેત્રે સ્ટ્રગલ કરતો આસીસટન્ટ ડાયરેક્ટર આશિષકુમાર શર્માને રૂપિયાની જરૂરિયાત હોવાથી આ ધમકીનો ફોન કરી ખંડણી માંગી હતી તો અગાઉ પણ પાંચ જેટલા ફિલ્મી કલાકારોને આ રીતે ધમકી અપાયાનું ખુલ્યું છે જોકે ત્યાંથી રૂપિયા મળ્યા ના હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.

Comments
Loading...
WhatsApp chat