મોરબી : દારૂના કેસમાં ઝડપાયેલા શખ્શે એલસીબી કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો

બ્લેડથી ગળું કાપી નાખતા હોસ્પિટલમાં ખસેડાયો

મોરબી એલસીબી ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે એક બાવાજી શખ્શ ઝડપાઈ ગયા બાદ તેને એલસીબી કચેરી લવાયો હોય જ્યાં તેને આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે

મોરબી એલસીબી ટીમ ગત રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર નજીકથી પસાર થતી અલ્ટો કાર નંબર જીજે ૩૬ બી ૭૫૩૪ ને આંતરી તલાશી લેતા કારમાંથી ૧૬ બોટલ વિદેશી દારૂ મળી આવતા એલસીબી ટીમે ૪૮૦૦ નો દારૂ, એક મોબાઈલ અને બે લાખની કાર સહીત ૨.૦૭ લાખ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી કલ્પેશ ઉર્ફે કપિલ અનંતરાય નિમાવત રહે. મકનસર વાળાની અટકાયત કરી છે જયારે આરોપી કુલદીપસિહ રહે. ભાયાતી જાંબુડિયા તા. વાંકાનેર વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

તો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપીને એલસીબી કચેરી લઇ આવ્યા હતા જ્યાં આરોપી કલ્પેશ નિમાવતે ગળામાં બ્લેડ મારી ગળું કાપી નાખતા તેને શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો યુવાન દારૂના કેસમાં ઝડપાયા બાદ તેના પિતાને ખબર પડશે તેવા ભયથી તેને આપઘાતનો પ્રયાસ કર્યાનું એલસીબીના આધારભૂત સુત્રો જાણવી રહ્યા છે તો એલસીબી કચેરીમાં આરોપીના આપઘાતના પ્રયાસને પગલે પોલીસ દોડતી થઇ હતી

Comments
Loading...
WhatsApp chat