Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ઠાકોર સેના- યુનાઈટેડ જીવદયા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણની પ્રેરણાદાયી પ્રવૃત્તિ

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વૃક્ષારોપણ માટેના શ્રેષ્ઠ સમયમાં વૃક્ષારોપણ પ્રવૃતિનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી અને યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપના યુવાનો દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જીલ્લાની ટીમ દ્વારા વૃક્ષ વાવો અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા પ્રમુખ ભરત ઠાકોર અને તેની ટીમ દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જયારે યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ મોરબી દ્વારા ફ્રેન્ડશીપ ડેની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી શહેરના શોભેશ્વર મંદિર ખાતે ૪૦ વૃક્ષોના વાવેતર યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હતા દાતાઓના સહયોગથી વૃક્ષારોપણ પ્રવૃત્તિ કરીને ફ્રેન્ડશીપ ડે ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat