



મોરબી:મોરબી જિલ્લાના શિક્ષકોએ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા તાલીમ લીધી છે. જિલ્લા મુખ્ય શિક્ષક સંઘે ‘શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ’એ વિષય પર વિનામૂલ્યે વર્કશોપનું આયોજન કર્યું હતું. રવાપર તાલુકા શાળા ખાતે ડીજીટલ સ્માર્ટ ક્લાસનો ડેમો યોજાયો હતો. જેમાં રવિવારના દિવસે 140 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોએ બ્લોગ, યુટ્યુબ, એન્ડ્રોઇડ એપ્લિકેશન, ક્વિઝ ક્રિએટર, વિડિઓ મેપિંગ વગેરેનો વપરાશ શીખ્યો હતો અને વ્યાપ વધારવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જીપીએસસી પાસ કરી વી.સી. હાઇસ્કુલના આચાર્ય તરીકે નિમણુંક પામતા ભરતભાઇ વિડજાનું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કર્યું હતું. વર્કશોપમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના તજજ્ઞો ચંદનભાઈ રાઠોડ, દેવરાજભાઈ, નિકુંજભાઈ, કલ્પેશભાઈ વગેરે ઉપસ્થિત રહયા હતા.કાર્યર્કમ ને સફળ બનવા માટે વિનોદભાઈ ગોધાણી,મુકેશ મારવાણીયા હિરેન ધોરયાણી,મનન બુદ્ધદેવ ,સહિતના શિક્ષકો જેહમત ઉઠાવી હતી

