

મોરબીના શોભેશ્વર રોડ પરના રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તેમજ દાગીનાની ચોરી કરી ગયા છે તો ફરી તસ્કરો સક્રિય થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે
બનાવની મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના બાલેશ્ચર જિલ્લાના વતની અને હાલ મોરબી શોભેશ્ચર રોડ ઉપરની શાંતિવન સોસાયટીના રહેવાસી રવિનારાયણન પુનચંદ્રદાસ ગત રાત્રીના મકાનની અગાસી ઉપર સુતા હોય ત્યારે ઘરના પાછળના દરવાજે તાળું અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પચાસ હજાર જેટલી રોકડ રકમ ઉપરાંત એક સોનાની વીટી, બે મોબાઈલ ફોન સહિતની મત્તા તસ્કરો ચોરી કરી ગયા છે
બનાવ અંગે પોલીસમાં સતાવાર કોઈ ફરિયાદ નોંધાઈ નથી ઓડીશાના રહેવાસી યુવાન અન્ય સાથીદાર સાથે રહેતા હોય અને ગત રાત્રીના અગાસી પર સુવા ગયા હતા દરમિયાન તસ્કરો હાથફેરો કરી ગયા હતા અને સવારે ચોરી અંગે જાણ થતા પોલીસને બનાવ અંગે માહિતીગાર કરી હતી જોકે ચોરીની ફરિયાદ નોંધી નથી