ટંકારામાં ધોધમાર ૬૭ મી.મી.વરસાદ,ડેમી-૨ના ૧૦ ગેટ ૫ ફૂટ ખોલાયા

માળીયાના મચ્છુ-૩નો ૧ ગેટ પણ ખોલવામાં આવ્યો

મોરબી પંથકમાં સવાથી વરસાદ વર્ષી રહ્યો છે.જેમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 30 મી.મી વરસાદ નોધાયો છે ત્યારે ટંકારામાં પણ સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ૬૭ મી.મી. ધોધમાર વરસાદ વરસતા તા.૧ના રોજ સ્થિતિ ઉત્પન્ન થઈ હતી તેવી સ્થિતિ જોવા મળી છે.ટંકારા પંથકમાં ભારે વરસાદને પગલે ડેમી-૨ ડેમના ૧૦ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.તેમજ મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં પાણી ભરાયા છે.ટંકારામાં આજ રોજ ભારે વરસાદ વરસતા તંત્ર એલર્ટ થયું છે અને ભારે વરસાદના સ્થિતિને પહોચી વળવા તૈયારી કરવામાં આવી છે.તેમજ માળીયાના મચ્છુ-૩ ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat