

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે શનિવારે અનરાધાર વરસાદ પડ્યો હતો અને તારાજી સર્જી છે. વાઘગઢની જીવાદોરી સમાન 5 જેટલા ચેકડેમનું ધોવાણ થતા ગામ ચીંચાઈ વિહોણું બન્યું છે. ગ્રામ્યજનોને ચેકડેમના પાણીનો જ સહારો છે, ત્યારે કુદરતી આફતને કારણે ધોવાણ થઈ ગયું છે. આગેવાન સંજયભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, ગામના ચેકડેમને કેનાલ અને સૌની યોજના સાથે જોડવાની રજુઆત પણ કરી હતી પરંતુ કામગીરી થઈ ન હતી. તેમજ અતિવૃષ્ટિથી 300 જેટલા વીઘા જમીનનું ધોવાણ થયું છે. આ બાબતે તંત્ર સત્વરે પગલાં લે તો ચીંચાઈના પાણીનો સંગ્રહ થાય તેમ છે.