



ગત મહીને મેધરાજાએ ટંકારા તાલુકાને ધામરોળ્યાં બાદ રોડ-રસ્તા,ગટરો ,નાલા-પુલિયા તૂટી જવાથી લોકોના ઘરમાં પાણી પહોચ્યા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.ટંકારા તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને રીપેરીંગ માટે રજૂઆત કરવામાં આવી હતી છતા તંત્ર દ્વારા લાંબા સમય સુધી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું ન હતું આજ રોજ ટંકારા તાલુકાના રોડ,ગટરો અને નાલાનું રીપેરીંગ કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં હાલમાં ટંકારા છાપરી નજીક નાલાનું કામ ચાલતું હોવાથી ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો છે.માર્ગો પર ટ્રાફિકજામ થતા મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા રહેવું પડેશે તેવી સ્થિતિ નિર્માણ પામવાથી ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે.

