

મોરબી જીલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી મોરબી-ટંકારા પંથકમાં ખેતીપાકો / બાગાયતી પાકો /જમીન ધોવાણમાં થયેલ નુકશાની માટે મોરબી જીલ્લા કલેકટરની સુચના અનુસાર જિલ્લામાં ખેતીપાકોમાં થયેલ નુકશાન બાબતે અસરગ્રસ્ત ગામો અને વિસ્તારના સર્વે કરવા માટે મોરબી જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કૃષિ અને સંલગ્ન ખાતાની ટીમની રચના કરવામાં આવે.જેમાં ૬ અલગ-અલગ ટીમ બનાવીને મોરબી-ટંકારા વિસ્તારમાં થયેલ નુકસાની અંગે દિવસ -૫માં સોંપેલ વિસ્તારનો સર્વે કરી નિયત નમુનામાં અત્રેની કચેરીના કંટ્રોલ અધિકારીને જેતે દિવસે સાંજે ૫:૦૦ વાગ્યે વિગત આપવા અનુરોધ કર્યો છે.તેમજ તમામ અધિકારીઓ /કર્મચારીઓને તેમની કચેરીના વડાએ આ કામગીરી માટે તાત્કાલીક સદરહુ કામગીરી માટે તાત્કાલીક સુચના આપવાની રહેશે અને જે તે ટીમની સાથે જે તે ગામના તલાટી કમ મંત્રી ટીમના સભ્ય તરીકે રહેશે.તથા જે તે ટીમના પ્રથમ ક્રમના અધિકારી ટીમના લીડર તરીકે રહેશે.