

ટંકારામાં તા.૧ ના રોજ થયેલ અતિભારે વરસાદમાં ટંકારા-લતીપર રોડ પર નવજ્યોત વિધાલય પાસે ઝુપડાઓ બનાવીને રહેતા ૭૦ જેટલા કાંગસિયા પરિવારોને પાણીના પુરના કારણે મોટું નુકશાન થયું છે.પુર આવતાની સાથે જ કાંગસિયા પરિવારો પોતાનો જીવ બચાવવા માટે ઝુપડી છોડીને બહાર નીકળી ગયા હતા અને ઝુપડાઓમાં પાંચ થી સાત ફૂટ પાણી ભરાતા અનાજ,મસાલાઓ,ગાદલા-ગોદડાઓ તથા ઘર વખરી પાણીમાં પલળી ગઈ હતી.દાતાઓ દ્વારા ૭૦ જેટલા કાંગસિયા પરિવારોના દરેક કુટુંબને મોટી તાલપત્રી,ઘર વખરીનો સમાન,વાસણ ધુસાઓ તેમજ ૧૫ દિવસ ચાલે તેટલું અનાજ,કઠોળ,મસાલા પુરા પાડીને કાંગસિયા પરિવારને નવજીવન આપવમાં આવ્યું હતું.આ સેવાકીય પ્રવુતિ માટે કાંગસિયા પરિવારોએ જરૂરિયાત સમયે મદદ મોકલાવવા માટે ઈશ્વર અને દાતાઓનો આભાર માન્યો હતો