ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા રજૂઆત

મોરબી જીલ્લા માં મેઘરાજા મન મુકીને વર્ષીય છે ત્યારે ટંકારા તાલુકા આસપાસ ગામોમાં ભારે તારાજી તરજી છે અને ખેડૂતો ના પાક અને ઢોરો તેમજ માલસામગ્રી ને મોટા પાયે નુકશાન થયેલ છે જેના કારણે આ જગતનો તાત ખુબ જ કફોડી સ્થિતિ માં મુકાયેલ છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ ગુજરાત રાજ્યના કૃષિ સચિવને  લેખિતમાં રજૂઆત કરી છે કે ટંકારાના ખેડૂતોને સહાય આપવાની માંગ કરી છે.

 

લેખિતમાં રજૂઆત કરતા જણાવાયું હતું કે આ વિસ્તાર ના ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરી ને કપાસ મગફળી વગેરે પાક ને ઉપલબ્ધ સિંચાઈ દ્વારા ઉગાડવામાં આવેલ હતો જે પાક અતિવૃષ્ટી માં તારાજ થયેલ છે અને હાલ માં ખેડૂતો પાસે જે કાઈ સગવડતાઓ હતી તેમાંથી આ પાક નું વાવેતર કરેલ હતું .જેથી હવે ખેડૂતો પાસે કોઈ જોગવાઈ નથી અને હવે આ ખેડૂતો એ ફરીથી વાવેતર કરવું પડશે .જેના માટે આ ખેડૂતો પાસે કોઈ જોગવાઈ નાં હોવાના કારણે બિયારણ , ખાતર , અને ખેડ કરવા માટે સહાય ની જરૂરત પડશે તો જો આ સહાય મળે તોજ આ ખેડૂતો વાવેતર કરી સકે તેમ છે. જો આ આઠ દિવસ માં વાવેતર ના થાય તો આ સીઝન હારી જાય . તો અમારી માંગણી છે. કે આ ખેડૂતો ને તાત્કાલિક સહાય દિવસ આઠ માં આપવામાં આવે અને આ ખેડૂતો ને બચાવવામાં આવે . જો આમ કરવામાં નહિ આવે તો આ ખેડૂતો સીઝન હારી જશે . અને તેને કોઈ ઉત્પાદન નહિ મળે અને એવી કફોડી સ્થિતે માં મુકાશે કે ના છૂટકે તેને અજુગતું પગલું ભરવા મજબુર બનવું પડશે. તો આ ખેડૂતો ને તાત્કાલિક સહાય આપી ને બચાવી લેવા અમારી માંગણી છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય હુકમો કરવા અમારી નમ્ર વિનંતિ છે. તેમજ જો આ બાબતે વહેલાસર યોગ્ય કરવામાં નહિ આવે તો આ ખડૂતો ને સાથે રાખી અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat