ટંકારાના બંગાવડી ડેમના ૩૩ ફ્લેસ ગેટ ધરાશાઈ

સ્થાનિક તંત્ર અને ગાંધીનગર ટીમે દ્વારા ડેમની રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

મોરબી જીલ્લમાં ગઈકાલે સવારથી મેઘરાજાએ માજા મૂકી હતી ત્યારે મોરબીના ટંકારામાં આભ ફાટ્યું હતું.ટંકારામાં ગઈકાલે ૧૨ ઇંચ વરસાદ પડતા ચારેકોર તારાજી સર્જી હતી ત્યારે ટંકારા નજીક આવેલ બંગાવડી ડેમમાં રાત્રીના સમયે પાણીની આવક વધી જવાથી ૩૩ ફ્લેસ ગેટ તૂટ્યા હતા તથા વિંગહોલમાં ગાબડા પડી ગયા હોવાથી ડેમ નજીક આવલા ગામોમાં પાણી ધુસી ગયા હતા.આ ધટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ધોરણે રાહત કામગીરી શરુ કરી દેવામાં આવી હતી.તેમજ આજ સવારના સમયે ડે.કલેકટર કેતન જોશી,મામલતદાર બી.એમ.પટેલ સહિત ગાંધીનગરની ટીમે તારાજી સર્જાયેલ વિસ્તારની અને ડેમની મુલાકાત લીધી હતી અને સાથે ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.તેમજ ગાંધીનગર ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું ક હાલ ડેમનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરવામાં આવશે.

 

Comments
Loading...
WhatsApp chat