



ટંકારા તાલુકાના ખાખરા ગામે યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દેવજીભાઈ હરજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે રહે.ખાખરા ગામે તે જ ગામમાં રહેતા આરોપી વિજયભાઈ સવસીભાઇ રાઠોડએ વાડીમાં ચાલવા જેવી બાબતે બોલાચાલી થતા દેવજીભાઈને ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ટંકારા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

