

ભારે વરસાદને પગલે ટંકારા લતીપર રોડ પર કોઈ અજાણ્યા સ્ત્રી રોડ પર પડી હોવાનું જાણવા મળતા ટંકારાના સેવાભાવી યુવાનો બીપીન પ્રજાપતિ,જીતુભાઈ પ્રજાપતિ,વિનુભાઈ નમેરા,દયાલ નારણીયા સહિતના યુવાનોએ આ યુવતીને તાત્કાલિક દવાખાને લઇ જઈને કપડા તથા જમવાની વ્યવસ્થા કરીને ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ બાબતે મામલતદારને જાણ થતા તેઓએ તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરીને આ વ્યવસ્થા કરીને તે યુવતીને મોરબી સારવાર માટે ખસેડાય હતી.જોકે યુવતી માનસિક અસ્થિર અને આઉટ સ્ટેટની હોવાથી તેના પરિવારનો સંપર્ક થઇ શક્યો ન હતો.હાલમાં તે યુવતીને યદુનંદન ગૌ-શાળામાં વધુ સારવાર આપી રહ્યા છે.