


આગામી ૧૫મી ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી ટંકારા ખાતે થનાર છે. જે અનુસંધાને લોકોમાં દેશપ્રેમ કેળવાય અને જાગૃતી આવે તે માટે આજે સવારે કલેક્ટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામાં ઓરપેટ કન્યા છાત્રાલયથી ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી.
આ ત્રિરંગા યાત્રામાં ટંકારાની ખાનગી શાળા તેમજ સરકારી સ્કુલો, ગ્રાન્ટે સ્કુલો ના બાળકો તેમજ સ્ટાફ જોડાઈ ૭૦૦૦ થી વધુ સંખ્યામાં રેલી નીકળી હતી. આ રેલી ટંકારાના રાજમાર્ગો પર ફરી લોકોમાં દેશપ્રેમ કેળવાય તેમાટે ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.આ કાર્યક્રમમાં નાયબ કલેકટર ચોધરી, જિલ્લા શિક્ષણ અધિકારી દવે, મામલતદાર પટેલ, તાલુકા વિકાસ અધિકારી બારૈયા,મોરબી જિલ્લા શિક્ષણ કચેરીના રાઠોડ સહિત કર્મચારીઓ તથા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.