ટંકારામાં મકાનની દીવાલ તૂટી,મહિલાનો આબાદ બચાવ

ટંકારામાં  પડેલ ભારે વરસાદનાં કારણે અનેક કાચા-પાકા મકાનો તૂટી પડ્યા છે જેથી નુકસાનની વિગતો બહાર આવી રહેલ છે.ટંકારા માં પાંજરાપોળ સામે આવેલ બંધ મકાન ની પાછળ મુસ્લીમ પરિવાર રહે છે.  તે બંધ મકાનની  દીવાલ પાસે મુસ્લીમ પરિવાર ની મહિલા ઉભી હતી તે દરમિયાન  બંધ મકાન તૂટતા જ મહિલા નીકળી  જતા આબાદ બચાવ થયો હતો અને મકાન ઘસી પડતા બકરી તથા મોટરસાયકલ દબાય ગયા હતા તથા તેમાં બકરીનું મૃત્યુ થયું હતું જયારે મોટરસાયકલ  તૂટી ગયું હતું છે.તેમજ બીજી બાજુ કલ્યાણપર રોડ પર આવેલ ઓરપેટ છાત્રાલય ને ફરતે પંદર ફૂટ ઉચી કમ્પાઉન્ડ વોલ છે. તે પણ ભારે વરસાદના કારણે બાજુનું તળાવ તૂટતા કોઝવે તથા કમ્પાઉન્ડ વોલ તૂટી  ગઈ હતી અને ભારે નુકશાન થયું છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat